માંડવી: માંડવી તાલુકામાં 90 ટકા આદિવાસી સમાજ વસે છે જ્યારે આ વિસ્તારોમાં સરપંચો દ્વારા અને સરપંચ એસોસિએશન કમિટી દ્વારા અનેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થતો હોય છે.આદિવાસી સમાજમાં સામાજિક પ્રશ્નો જેવાં કે છૂટા છેડા અને અન્ય પ્રશ્નનો ઉકેલ લાવવા આદિવાસી સમાજ સરપંચોને મહત્વ આપતા નિર્ણય માટે સમગ્ર ગ્રામજનો સાથે ભેગું મળીને એક મીટીંગ ભરીને નિર્ણય લાવે છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ માંડવી તાલુકાના સરપંચ શ્રીઓ દ્વારા સરપંચ એસોસિએશન કમિટીની રચના કરવામાં આવી જ્યાં પ્રશ્નને લગતા ગામોના સરપંચો તેમજ ગ્રામજનો દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતો છે અને તાલુકા માથા કે પ્રાંત કચેરી મામલતદાર કચેરી ટીડીઓ ઓફિસ અને પોલીસ સ્ટેશન જેવી કચેરીઓ આવવાને કારણે લોકો તાલુકા મથકને મહત્વ આપતા હોય છે જે કારણે સરપંચ એસોસિએશન કમિટી દ્વારા તાલુકા મથકે સરકારી જમીન ફાળવી કચેરી નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પરંતુ જૂની કચેરી ગ્રસ્ત થઈ જતા તેને તોડી પાડવામાં આવી અને ત્યારબાદ તે જમીન વન વિભાગને નર્સરી ગાર્ડન માટે ફાળવી દેવામાં આવી અને વધેલી જગ્યા ઘણી નાની હોવાને કારણે સરપંચ એસોસિએશન કમિટી દ્વારા તારીખ 9 જાન્યુઆરીના રોજ મીટીંગ ભરી પ્રાંત કચેરીએ રજૂઆત કરી અને સરકારી જમીનમાંથી થોડો ભાગ કચેરી બનાવવા માટે ફાળવે એવી રજૂઆત કરવામાં આવી. જોહાર


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here