નાશાએ આજની રાત્રે પૃથ્વી પર જબરદસ્ત મોટો ખતરો છે. આ અંગેની આગાહી અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અગાઉ કરી દીધો હતો. આ વાત વિષે વિગત ચર્ચા કરીએ.
હાલમાં એક વિશાળકાય ઉલ્કા પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહી છે, જે વિશ્વની સૌથી ઉંચી ઇમારત, બુર્જ ખલીફા જેટલા જ કદની છે. યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર ઉલકા પિંડની ગતિ મિસાઇલ કરતા કયાંય વધુ છે અને તે આજે ૨૯ નવેમ્બર આજે રાત્રે પૃથ્વીની નજીકથી પસાર થવાના અણસાર છે.
નાસાના જણાવ્યા અનુસાર આ ઉલ્કાને 153201 2000 WO107 નામ આપવામાં આવ્યું છે અને તે આજે ૨૯ નવેમ્બરની રાત્રે પૃથ્વીથી થોડા હજાર કિલોમીટરથી પસાર થઇ શકે છે.
ઉલ્કાની હાલની સ્થિતિને જોતા તેની ગતિ પ્રતિ કલાકની આશરે ૫૬ હજાર માઇલ છે એટલે કે ૯૨ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. નાસાના વૈજ્ઞાનિકો લાંબા સમયથી આ ઉલ્કાપિંડ પર નજર રાખી રહ્યા હોવાનું જણાવે છે.