વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં એક આંબા તલાટ ગામના યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા.

Decision News ને સ્થાનિક લોકો પાસેથી મળેલી જાણકારી મુજબ આંબા તલાટ ગામના યુવાનની આદિવાસી સમાજના વારલી સમુદાયના એક છોકરાએ બાજુમાં જ આવેલ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં એક આંબા ઝાડની ડાળી સાથે ગળે ફાંસો ખાઈ લીધાની ઘટના બની હતી. આ ઘટના પાછળ શું રહસ્ય છે કેમ ફાંસો ખાધો ? પ્રથમ તબક્કે ફોટોગ્રાફ્સ જોતા એવું લાગે છે કે છોકરાના પગ જમીન સાથે અડેલા હતા તો ફાંસો કઈ રીતે ખાઈ શકાય ? શું આત્મહત્યા નહિ પણ છોકરાની હત્યા થઇ છે ? સવાલો ઘણાં ઉભા થઇ રહ્યા છે. મૃતક છોકરો અને તેનો ભાઈ ધરમપુરના બામટી ગામમાં ગોળની ચા બને છે ત્યાં બન્ને કામ કરતા હતા.

હાલમાં વાંસદા પોલીસ દ્વારા છોકરાની લાશનો કબજો લઇ PM માટે વાંસદાની સિવિલમાં ખસેડવામાં આવી છે અને આ રહસ્યમય લાગતી મોતનો પર્દાફાસ કરવા વાંસદા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. છોકરાનું નામ હજુ સુધી ખબર પડી નથી પણ મૃતકના પિતાની આંબા તલાટના વાડી ફળિયામાં રહેતાં નામ પ્રવીણભાઈ હોવાનું જાણવા મળ્યું છે.