નવીન: રાજસ્થાનની BDK હોસ્પિટલમાં ડૉકટર દ્વારા પોસ્ટમોર્ટમ બાદ એક વ્યક્તિને મૃત જાહેર કરી તેના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝમાં પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આપવામાં આવ્યો ત્યારે મૃત વ્યક્તિ શ્વાસ લેતો જીવતો થઇ ગયો હતો.

ઝુંઝુનુના બગ્ગડમાં રોહિતાશ નામનો દિવ્યાંગ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિ મા સેવા સંસ્થાનમાં રહેતો હતો. તેને બેભાન અવસ્થામાં તેને સારવાર માટે સરકારી BDK હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે રોહિતાશને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતદેહને BDK હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો. લગભગ બે કલાક પછી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે સંસ્થાને સોંપવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ સંસ્કાર માટે લઈ જતાં દરમિયાન મૃત રોહિતાશ જીવતો થઈ ગયો હતો.

જિલ્લા કલેક્ટર રામવતાર મીણાએ આને ગંભીર બેદરકારી ગણાવી સમગ્ર અહેવાલ આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો, જ્યાં મોડી રાત્રે સરકારે દોષિત તબીબો સામે કાર્યવાહી કરી હતી. ત્રણ તબીબોને સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ ત્રણ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. BDK હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સંદીપ પચાર, ડૉ. યોગેશ જાખર અને ડૉ. નવનીત મીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.