રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થતા જ ગુજરાતી ફિલ્મ જગતે મોટો આઘાત અનુભવ્યો છે. ગુજરાતી ફિલ્મોમાં નોખો ચીલો ચિતરનારી હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલ હવે આપણી વચ્ચે નથી.
કચ્છની ધરતી નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતા લડતા તે જંગ હારી ગઈ છે. ગત વર્ષે રાષ્ટ્રીય સ્ટાર પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી હેલ્લારો ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભૂમિ બ્લડ કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. અંતે કેન્સરની સામે આ અભિનેત્રીનું મૃત્યુ થયું. ગુજરાતી ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં આ બીજી કરૂણ ઘટના બની હતી.
ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોમાં વધુ એક ઘટના થકી ફિલ્મ જગતની હસ્તીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તાજેતર માં જ ગુજરાતી ફિલ્મ જગતાના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ અને વોઇસ ઓફ લતા મંગેશકર તરીકે ખ્યાતનામ ગાયક મહેશ કનોડિયાની જોડીએ પણ કોરોના કાળમાં વિદાય લીધી હતી.
ગુજરાતી સિનેમાંમાં પહેલા હેલ્લારો જેવી સુપ્રસિદ્ધ ફિલ્મમાં “વાગ્યો છે ઢોલ આજ વાગ્યો છે ઢોલ..” પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારોમાં નિરાશાની લાગણી અનુભવી રહ્યા છે.