વાંસદા: ગતરોજ ફરી એક વખત દેવાના ડુંગર તળે દબાઈ માનસિક તણાવમાં આવી વાંસદાના દોલધા ગામના યુવાને લિંબારપાડાના ડુંગર આવેલ એક ઝાડ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદાના દોલધા ગામના સડક ફળિયામાં રહેતા દર્પણ હસમુખભાઈ પટેલ સુરત મહાનગરપાલિકામાં લોકસેવા ખાતામાં નોકરી કરતો હતો. તે ઘણા સમયથી દેવાના ડુંગર નીચે હોવાથી ગુમસુમ રહેવા લાગ્યો હતો. 5 મી નવેમ્બરના રોજ નોકરીએ જવ છું એમ કહીને પોતાનું બાઈક લઇ ઘરથી નીકળ્યો હતો પણ તે સાંજે ફર્યો ન હતો. ત્યારે પરિવારના લોકોએ શોધખોળ કરતાં 7મી નવેમ્બરે લીંબારપાડા ગામના બારી ફળિયામાં આવેલા સાવરમાળી ડુંગર પર કાજુ આંબાના વૃક્ષની ડાળી સાથે નાયલોન દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી.

આ સમગ્ર ઘટનાની ફરિયાદ મૃતકના ભાઈ નિલયકુમાર હસમુખભાઈ પટેલ દ્વારા વાંસદા પોલીસ ચોકીએ નોંધાવતા પોલીસે અકસ્માતના મોતનો ગુનો નોંધી નાણાં ની લેવડદેવડને લઈને દર્પણભીના મોબાઈલના ડેટાનો આધાર લઇ આગળની તપાસ હાથ ધરી છે.