વાંસદા: વર્તમાન સમયમાં આદિવાસી સમાજના યુવાનો પોતાની પ્રતિમાનો પરચમ લહેરાવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો આદિવાસી ખો-ખો પ્લેયર ચેતનભાઈ ભગરિયા એથ્લેટિક્સમાં બીજી વખત 1 ગોલ્ડ 2 સિલ્વર મેડલ મેળવ્યા છે.
Decision news ને મળેલું માહિતી મુજબ વાંસદા તાલુકામાં 26-27 સપ્ટેબર ગુજરાત રાજ્યના કચ્છ-ભૂજ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં વાંસદાના કેલીયા ડેમ ગામમાં રહેતા આદિવાસી સમાજના ગૌરવ એવા ચેતનભાઈ ભગરિયા નામના યુવાને બીજી વખત લાંબીકુદમાં ગોલ્ડ મેડલ અને 200 મી.400 મી દોડમાં સિલ્વર મેળવ્યા હતા.
તેમની આ સિધ્ધિ બદલ કોચ એફ.બી.ર્મિઝા અને કેલીયા ડેમ ગામના પ્રસંશકો શુભેચ્છા અને અભિનંદન પાઠવીયા હતા. આ જીત મેળવ્યા બાદ તેઓ હાલમાં નેશનલ માટે દીલ્હીની તૈયારી કરી રહ્યો છે. અને તેઓ દિલ્લી સ્તરે પણ પોતાનો વિજયી ડંકો વગાડશે એમ લોકો માની રહ્યા છે.