નર્મદા: ગુજરાતના જિલ્લા અને તાલુકા પંચાય ચૂંટણીઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠનને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામે લગાડવા વિવિઘ હોદ્દાઓની નિમણૂકો કરવા આવી રહી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ સમિતીના પ્રમુખ જૈનીબેન ઠુમ્મરના આદેશ અનુસાર નર્મદા જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જેરમાબેન વસાવા ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા મહિલા મહા મંત્રી તરીકે ઉમાબેન સુરેશભાઈ ગુર્જર, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ વૃંદાબેન ભીમાભાઇ તડવી, ગરૂડેશ્વર તાલુકા મહિલા પ્રમુખ અરુણાબેન ભૂપેન્દ્રભાઈ તડવી, ગરૂડેશ્વર તાલુકા ઉપપ્રમુખ તરીકે દક્ષા બેન કનુભાઈ તડવીની નિમણૂક કરાતા કાર્યકર્તાઓમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

નર્મદા જિલ્લા અને ગરૂડેશ્વર તાલુકામાં કોંગી કાર્યકરોએ નવનિયુક્ત મહિલા કોંગ્રેસ મહામંત્રી, પ્રમુખ, ઉપ પ્રમુખને ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. જે પ્રસંગે કોંગ્રેસના નર્મદા જિલ્લામાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.