નવસારી-ડાંગ-તાપી-વલસાડ: દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરૂવારે પણ 5 વાગ્યાના વહેલી સવારથી જ વાદળો ઘેરાવા સાથે સૂરજદાદા દર્શન દુર્લભ થયા હતા અને દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેજ ગતિથી પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ હતી. બાદમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. વરસાદ વચ્ચે રાત જેવો માહોલ સર્જાતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરી વાહનો હંકારવાની નોબત આવી હતી. માર્ગો પરથી પણ પાણી વહેવા લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નવસારી, ડાંગ, તાપી, વલસાડ સતત બે દિવસથી સાર્વત્રિક વરસાદથી ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે. આ ઉપરાંત. ગુરૂવારે પણ ગરબાના મેદાનમાં પાણી પાણી થઇ જતાં ખેલૈયાઓની મજા બગાડી હતી. 5 વાગ્યે શરૂ થઈ 1 કલાકમાં જ 27 મીમી એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સાથે સાંજે 6 વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકમાં 1.60 ઈંચ જ્યારે સીઝનનો 106.06 ઈંચ વરસાદ થયો હતો. ગુરુવારે સાંજે 5 વાગ્યા થી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો સાથે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગાડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુરૂવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ રહેવા સાથે સાંજે 5 વાગ્યે વાદળોની હાજા ગાગડાવી નાંખે તેવી ગર્જના સાથે ફરી પાછો ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અચાનક અંધારું થવા સાથે પડી રહેલા વરસાદથી નવરાત્રીની આઠમની મજા બગાડી નાખી છે. જોકે ગઈકાલે બુધવારે વરસાદ ઓછો પડતા ગરબા આયોજકો અને ખેલૈયાઓને ઓછી તકલીફ પડી હતી પણ ગુરુવારે પડેલા મુશળધાર વરસાદે ગરબાની મજા બગાડી હતી.

આ ઉપરાંત ખેડૂતોને આ વણમાગ્યા વરસાદથી મોટું નુક્સાન થવાની શક્યતા વાર્તાઈ રહી છે. વાડી ખેતરોમાં મહામુસીબતે પાણી સુકાયું હતું. તે ફરી ખેતરોમાં કાદવ કીચડ ફેલાવ્યું છે. આમ મોસમનો 96.64 ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે હાલ પડેલા વરસાદના કારણે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત પહોંચી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here