મહારાષ્ટ્ર: આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાગત રીત રીજાનું જતન કરનારો એક તારલો એટલે કે આદિવાસી એકતા પરિષદના સંસ્થાપક સદસ્ય કાલુરામ ધોદડે (કાકા) (નામનો તારો ખરી ગયો) મૃત્યુ થઇ ગયું. જેને લઈને સમગ્ર આદિવાસી સમાજ શોક મગ્ન બન્યું છે.
Decision news ને મળેલી માહિતી મુજબ આદિવાસી એકતા પરિષદના સંસ્થાપક સદસ્ય કાલુરામ ધોદડેનું રાતે નિધન થઇ ગયું. અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર ભૂમિશેના આદિવાસી એકતા પરિષદના મહારાષ્ટ્ર પાલઘર જીલ્લામાં દામખિંડ આવેલ કાર્યાલય પાસે આજે 11 ઓક્ટોબર શુક્રવારના રોજ બે વાગ્યે રાખવામાં આવ્યું હતું.
કાકાજી તમારું આ દુનિયાને છોડી જવું આદિવાસી સમાજ અને વંચિત સમાજ માટે ક્યારેય ન ભરી શકાય એવી ખોટ છે. તમારી ખોટ અમને કાયમ રેહશે. તમારું સંપૂર્ણ જીવન આદિવાસી અને વંચિત સમાજના હક અને અધિકારો મેળવાના સંઘર્ષમાં વીત્યું અને તમારા દ્વારા કરાયેલી શરૂવાત એક વિશાલ વટ વૃક્ષ બની ચૂકયું છે.તમારા વિચારોનો પ્રવાહ હંમેશા અવિરત વહેતો રેહશે. તમે ભલે આ ફાનું દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છો પણ તમારા વિચારો અને કર્મો હમેશા યાદ કરવામાં આવશે. માં પ્રકૃતિ દાદાની આત્માને શાંતિ પ્રદાન કરે એવું આજે સમગ્ર આદિવાસી સમાજ પ્રાર્થના કરી રહ્યો છે.

