વલસાડ: છેલ્લા 37 વર્ષ કરતા વધારે સમયથી વલસાડના એલોપેથીક તબિબોના પ્રશ્નોને લઈને કાર્યરત ઇન્ડિયન મેડિકલ એસોસીએસનની વલસાડ શાખા વલસાડ ડોક્ટર્સ એસોસિએસનના પ્રમુખપદે શ્રી હોસ્પિટલના ડો.નિશિથ પટેલની વરણીથી તબીબોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના એલોપેથીક તબિબોના પ્રશ્નોને લઈને કાર્યરત ઇન્ડિયન મેડિકલ એસોસીએસનની વલસાડ શાખા જે છેલ્લા થોડા વર્ષોથી નોંધનીય કામગીરી કરી રહી છે. ત્યારે વલસાડની લોટસ હોસ્પિટલના ડો.કલ્પેશ જોશીનો સમયગાળો પૂર્ણ થતાં નવા પ્રમુખ તરીકે વલસાડની શ્રી હોસ્પિટલના જાણીતાં અને હોનહાર યુવા એમડી ફિઝિશિયન ડો.નિશિથ પટેલની બિનહરીફ વરણી થતાં વલસાડના તમામ તબિબોએ અભિનંદનનો વરસાદ કર્યો હતો. તેમની ટીમમાં સેક્રેટરી તરીકે દમણીયા ક્લિનિકના કાન,નાક અને ગળાના નિષ્ણાંત તબિબ ડો. વિરાગ દમણીયાની પણ બિનહરીફ નિમણુંક થઇ હતી.

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિશિથ પટેલે જણાવ્યું હતું કે અમારી ટીમ યુવાઓના જોશ અને વડીલોના અનુભવોથી મિશ્રિત અને સંતુલિત છે.અમારો મુખ્ય લક્ષ્યાંક નવી નવી સેવાકીય કામગીરીઓ થકી આરોગ્યની સુવિધાઓ છેવાડાઓના માનવીને મળે એ છે તેમજ ભાગદોડથી ભરેલી વલસાડના તબિબો માટે ભરપૂર માત્રામાં રીક્રીએસનલ પ્રવૃત્તિઓ પણ રાખીને તબીબોની જિંદગી પણ આરોગ્યવર્ધક અને માનસિક રીતે તણાવમુક્ત બને એવા પ્રયાસો કરીશું.