ધરમપુર:કલયુગી સંસાર રે માનવ.. નહિ રે કોઈ પર વિશ્વાસ’.. પંક્તિને સાર્થક કરતો બનાવ ગતરોજ ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામના નિકુંજકુમાર સુરેશભાઈ વાંક દ્વારા ગામના જ રહેવાસી ભુપેન્દ્ર ભગુભાઈ પટેલ વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ નિકુંજ ભાઈ નોકરી પતાવીને સાંજના 07:00 વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતા. ત્યારે ભુપેન્દ્ર અને એમની સાથે 5 થી 7 લોકો આવી અને તારું બુલેટની NOC આપી દે એમ કરીને તેઓએ માર મારવાની ધમકીઓ આપી અને અમારું એકટીવા એમના મિત્રો લઈને જતા રહેલ અને જતા જતા કહી ગયેલા કે તારાથી થાય એ કરી લેજે તારી એકટીવા તો અમે નહી જ આપીએ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે જે બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ એકટીવા હાલમાં વિનોદભાઈ બી પઢેર નાનીવહિયાળ ગામના સરપંચશ્રીના ઘરે મુકવામાં આવેલ છે જે બાબતની આજરોજ ધરમપુર તાલુકાના પોલીસ મથકે આવી ન્યાયની માંગણી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કરેલ છે