લદ્દાખ: લદ્દાખના પહાડો અને ગ્લેસિયરને કોર્પોરેટથી બચાવવાના હેતુથી ભારતના બંધારણમાં આદિવાસી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલી 6 અનુસૂચિની માંગ કરવા માટે દિલ્લીથી પગપાળા ચાલી રહેલા સોનમ વાંગચૂક સાથે International Indigenous Unity Flag ભારતની ટીમ તરફથી કલ્યાણ રેશુ (kalyan Resu) સાથે ચાલી રહ્યા છે.
સોલંગ વેલી અને મનાલીમાં બે દિવસની પદયાત્રામાં જોડાયા હતા જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા પછી પહાડી જંગલ વિસ્તાર અને ગ્લેશિયારોને કોર્પોરેટ સેક્ટરથી બચવાના હેતુથી સોનમ વાંગચૂક લોકલ આદિવાસી લોકોની સાથે 6 અનુસૂચિ ની લડાઈ લડી રહ્યા છે. સોનમ વાંગચૂક ઘણા ફેમસ એક્ટિવિસ્ટ છે. મેકિનીકલ એન્જિનિયરની સાથે તે Himalayan Institute of Alternatives, Ladakh (HIAL) ના ડિરેકટર પણ છે. સાથે જ ક્લાઇમેન્ટ એક્ટિવિસ્ટ પણ છે. જે પર્યાવરણ બચાવવાના હેતુસર ઘણી વખત સરકારની સામે ક્લાઇમેન્ટ ફાસ્ટ પણ કરી ચૂકયા છે.
ભાજપે લોકસભા ચુંટણી દરમિયાન 6 અનુસૂચિ લાગુ કરી લદ્દાખનું રક્ષણ કરવામાં આવશે અને આદિવાસી ઓટોનોમસ ડિસ્ટ્રીકટ કાંવન્સીલની મદદ લઈ યુનિયન ટેરેટરી મળશે જેનાથી આ વિસ્તાર પ્રોટેક્ટ થઈ જશે. પણ તેઓ તેમનું વચન (પ્રોમિશ) ભૂલી ગયા છે. 10 બેઠકો થયા બાદ પણ 6 અનુસૂચિ આપવામાં નથી માંગતા. એટલા માટે 2 ઓકટોબર ગાંધી જયંતીના દિવસે દિલ્લીમાં નરેન્દ્ર મોદી સરકારને પોતાનું પ્રોમિશ યાદ અપાવવા સોનમ વાંગચૂક પગપાળા યાત્રા કરી રહ્યા છે. આ 6 અનુસૂચિ ના બંધારણીય માંગને લઈને International Indigenous Unity Flag ની ભારતની ટીમ અને દુનિયાના બધા જ યુનિટ ફ્લેગ સાથે જોડાયેલા અલગ અલગ દેશના આદિવાસીઓએ તેમને સમર્થન આપ્યું છે.
by: એડ. જીમ્મી પટેલ

