ધરમપુર: ગતરોજ માનનીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રી અને મહામહિમ રાજ્યપાલ શ્રી પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકોને મળેલ અધિકારોનું ચુસ્તપણે પાલન કરવા બાબતની રજુઆત કરવામાં આવી હતી.
ધરમપુર અનુસૂચિ 5 હેઠળ નો વિસ્તાર ધરાવે છે ત્યાના આદિવાસી લોકોના મુખ્ય પ્રશ્નો..
1. બિન આદિવાસી ઓ દ્વારા ખોટા આદિવાસી પ્રમાણપત્રો મેળવી નિકરીઓ અને અધિકારો પર તરાપ મારી હોય જેનું નિરાકરણ લાવવું.
2. આદિવાસી ઓ ના જંગલ ની જમીનના પેન્ડિગ દવાઓનો ઝડપી નિકાલ કરવો.
3. આદિવાસી ઓનું વિકાસના નામે વિસ્થાપન ન થવું જોઈએ.
4. 5 મી અનુસૂચિ અને પેસા એક્ટનો ચુસ્ત અમલ થવો જોઈએ.
5. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ,આરોગ્ય,તથા રસ્તા ઓની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.
6. આદિવાસી વિસ્તાર માંથી વિવિધ પ્રોજેકટ જઇ રહ્યા હોય જેનાથી જર,જંગલ અને પર્યાવરણ ને નુકશાનકારક પ્રોજેકટ રદ થવા જોઈએ.
7. રોસ્ટર પોઈન્ટ નો ચુસ્તપણે અમલ થવો જોઈએ.
8. આદિવાસીઓની ગ્રાન્ટની બિન આદિવાસી ઓ દ્વારા ચોરી થતી હોય એ અટકવી જોઈએ.
9. જાતિ પ્રમાણપત્ર અંગે રાજ્ય સરકારે ઘડેલ કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.
10. આદિવાસીઓમાં સ્વરોજગારી આવક મર્યાદા 2.50 લાખ થી 6 લાખ કરવી જોઈએ.
આદિવાસી સમાજ ના લોકોના બંધારણ માં આપેલ હકો નું હનન થઈ રહ્યું છે જેનો આદિવાસી સમાજ ઉકેલ ઈચ્છે છે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકોને મળેલ અધિકારો નું ચુસ્તપણે પાલન થવું જોઈએ ની માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.