સેલવાસ: આગળ વધતા યુગમાં આદિવાસી સમાજનાં સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રે અસ્તિત્વ અને સમાનતા ટકાવી રાખવા સમાજની એકતા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે એ માટે આદિવાસી ધોડિયા સમાજના આગેવાનોની બેઠક બાવીસા ફળીયા ખાતે આવેલા બરમદેવ મંદિર ખાતે યોજાઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આજનાં વર્તમાન સમયની ગંભીરતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 8 સપ્ટેમ્બરનાં રવિવારનાં દિવસે પ્રવીણભાઈ પટેલ, અગ્રણીઓનાં આયોજન હેઠળ સેલવાસ બાવિસા ફળિયાના બરમદેવ મંદિર મુકામે એક સામાજિક બેઠક રાખવામાં આવી હતી. દાનહના આદિવાસી ધોડિયા સમાજના લોકોના ઉત્થાન માટે સંગઠનની જરૂરિયાત ઉભી થતા અને ધોડિયા સમાજનાં લોકો પણ બીજા સમાજ સાથે ખભા સાથે ખભો મિલાવી દરેક બાબતે પ્રગતિ કરે તે આવશ્યક છે.
આ પ્રસંગે સુમનભાઈ પટેલ,શંકરભાઈ પટેલ,માધુભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, રંજિતભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં સમસ્ત દાદરા નગર હવેલી ધોડિયા સમાજનાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ આગેવાનો, વડીલો, સરકારી કર્મચારીઓ, બિઝનેસમેન, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.











