સેલવાસ: સરકારી વિજ્ઞાન કોલેજ ભીલાડ ખાતે સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સેલ (SQAC) અંતર્ગત “Elevating Career and Education Journey” વિષય પર સ્પેશિયલ લેક્ચરનું આયોજન 6 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ વિષય પર સ્નેહાલી ચૌહાણ (Branch Head, EDUGUIDE OVERSEAS STUDIES PVT. LTD.) દ્રારા વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ વકતવ્યમાં એમણે Chat GPT ane AI Tools ના ઉપયોગ તેમજ વિદેશ કારકિર્દી માર્ગદર્શન અંગેની મૂળભૂત ચર્ચા કરી હતી.

આ કાર્યક્ર્મનું સફળ સંચાલન ડો. હિરેનકુમાર પટેલ (કો-ઓર્ડીનેટર, SQAC) દ્વારા અને કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો.દિપક ડી. ધોબીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 60 થી 65 જેટલા વિદ્યાર્થીએ હાજરી આપી હતી.