દાદરા નગર હવેલી: આજરોજ દાદરા નગર હવેલીના ખેરડી ગ્રામ પંચાયતના તમામ ગામો (કલા, કરજગામ, ખેરડી, દોલારા અને પારજાઈ) ખાતે સરકાર તમારા ઘર પર અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી આ લોક દરબારમાં વહીવટી તંત્રના અનેક અધિકારીઓ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.પ્રજાજનોની સમસ્યાઓને ધ્યાને રાખીને ખેરડી ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ, વિવિધ જરૂરી દસ્તાવેજ વગેરે માટે ખાસ કેમ્પ યોજવા અને તેના નિરાકરણ માટે વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને તમામ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ લોક દરબારમાં લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના ગ્રામ પંચાયતના દ્વારા વહેલીમાં વહેલી તકે ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે નું આશ્વાશન આપવામાં આવ્યું છે. હવે જોવાનું આ રહ્યું કે આવનાર દિવસોમાં લોકોના સવાલોનું નિરાકરણ થાય છે કે પછી ‘જૈય સે થે.. ની સ્થિતિ રહે છે.