ધરમપુર: દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં હજારોની જનમેદની સાથે આજરોજ સવારે તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં લોકોને રાષ્ટ્રપ્રેમ-ગૌરવ ની ઉર્જા અનુભવાઈ હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ યાત્રામાં લોકસભા દંડક,સાંસદશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લાપંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઅરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,જિલ્લા ST મોરચા પ્રમુખશ્રી નવીનભાઈ ભોયા, તાલુકાપંચાયત પ્રમુખશ્રી પિયુષભાઇ , કરોબારી અધ્યક્ષા અપેક્ષાબેન, આશાબેન, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રણવભાઈ શિંદે, શહેર મહામંત્રી શ્રી મહેશભાઈ ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં હતા.

આ ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેતનભાઈ વાઢુ, ઉપપ્રમુખ વિમલભાઈ પટેલ, મહામંત્રી ધનેશભાઈ ચૌધરી, મહામંત્રી અક્ષયભાઈ પટેલ, કપરાડા તાલુકા પ્રભારીશ્રી સમીપભાઈ રાંચ , સરપંચ સંઘ પ્રમુખશ્રી વિનોદભાઈ પઢેર, અગ્રણી આગેવાનો, તાલુકા ભાજપના હોદ્દેદારો , ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહાનુભાવો ,BJYM- જિલ્લા મહામંત્રી પ્રભાકર યાદવ, BJYM તાલુકા પ્રમુખ નિખિલ ભંડારી , BJYM શહેર પ્રમુખ અક્ષય ચૌધરી ,કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો, નગરજનો ,શાળાના કોલેજ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, પોલીસ-ટ્રાફિકપોલીસ-વનવિભાગ તથા અન્ય વિભાગ હાજર રહી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા