દાહોદ: ગુજરાતનો સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતાં જિલ્લો દાહોદમાં 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગતરોજ 9 ઓગસ્ટના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. શાળાઓને બે દિવસ અગાઉ પણ આદિવાસી સંસ્કૃતિ અંગે જાગૃતતા આવે તે હેતુથી કાર્યક્રમ યોજવા તેવો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. આદિવાસી સમાજ મા વધતા જતા દુષણો દુર થાય તે હેતુ અનુલક્ષી કાર્યક્રમ યોજવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરાયો.
ઈ.સ 1994 માંથી દર વર્ષે 9 ઓગસ્ટને આ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ તારીખ 1982 માં સંયુક્ત રાષ્ટ્ર કાર્યકારી જૂથની પ્રથમ બેઠકના દિવસને ચિહ્નત કરે છે. સ્વદેશી વસ્તીના માનવાધિકારોના સંવર્ધન અને સંરક્ષણ માટે પેટા પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

