દાનહ: છેલ્લાં કેટલાંક સમયથી દાનહને અડીને આવેલ કપરાડા તાલુકાના મેઘવાડ ગામમાં ખાનગી જગ્યામા દાનહના રખોલી અને મસાટ ગામની કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ કેમીકલવાળો ઘન કચરો નાખવામા આવી રહ્યો છે. જેને બંધ કરાવવા માટે ગ્રામ પંચાયતમા વારંવાર લેખિત ફરિયાદો કરવામા આવી, પંચાયત દ્વારા પણ જમીન માલિકને નોટિસ પણ આપવામા આવેલ છતા પણ થોડા પૈસાને માટે આ જમીન માલિક દ્વારા કંપનીઓનો કેમિકલવાળો ઘન કચરો નખાવી રહ્યા છે. જેને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ માટે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને રજુઆત કરવામાં આવી હતી. બાદમાં ધારાસભ્ય જીતુભાઈએ વાપી જીપીસીપીના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરતા એમની ટીમ મેઘવાડ ગામે પોહચી જે ઘન કચરો નાખેલ એના સેમ્પલો લઇ ગયા હતા. પરંતુ આજદિન સુધી કચરો નાખનાર ઉપર કે જમીન માલિક ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આધુરામાં પૂરું હજુ કચરો નાખવાનું બંધ પણ થયું નથી જેના લીધે ગ્રામજનો રોષે ભરાયા હતા.
ગ્રામજનોની માંગ છે કે આ જે કંપનીઓના કેમિકલવાળા કચરો કાયમ માટે બંધ થાય એ જરૂરી છે. તમે માનશો નહીં જે જગ્યા પર આ કચરો નાખવામા આવી રહ્યો છે એની બાજુમા જ સરકારી શાળા આવેલી છે અને એમા મોટી સંખ્યામા બાળકો ભણવા આવે છે જેથી બાળકોના આરોગ્ય માટે પણ ખતરો છે. આ કેમિકલવાળા કચરાને કારણે ગામના બોરિંગના પાણીઓ પણ ખરાબ થઇ ગયા છે. ગામમા સેલવાસ અને આજુબાજુના ગામની કંપનીઓ દ્વારા જે કેમિકલવાળો કચરો નાખે છે તેને કાયમ માટે બંધ કરાવવામા આવે એવી માંગ ગ્રામજનોની છે.