ભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં કુલ 57 ડમ્પીંગ સાઈડ,માર્ગો પર અડિંગો જમાવી દેતા પશુઓ,ખખડધજ રસ્તાઓ જેવા કામ કરવા મુદ્દે મંજૂરી માંગવામાં આવતાં તું તું મેં મેં થયું અને પછી આખરે બધા જ કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
DECISION NEWS ને મળેલી જાણકારી પ્રમાણે ભરૂચમાં લોકસભાની ચૂંટણી પછી પહેલીવાર નગરપાલિકાની સામાન્યસભા મળી જેમાં ચોમાસુ દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારોમા રખડતા ઢોરથી લોકો પરેશાની, પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પાલિકા સત્તાધીશો સદંતર નિષ્ફળ, એક સપ્તાહ થી શહેરમાંથી નીકળતાં કચરાનો નિકાલ અટકી જતાં શહેર નર્કાગાર બન્યાની બાબત, ડોર ટુ ડોર ગાર્બેજની ખોરવાઈ ચુકેલી સેવા, 500 ટનથી વધારે કચરાનો નિકાલ, ચોમાસામાં શહેરના રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી વિષે ચર્ચા કરવામાં આવી હતી.
નગરપાલિકાની સામાન્યસભા શરૂ થાય તે પહેલાં વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહીતના સભ્યોએ હાથોમાં પ્લેકાર્ડ સાથે સભા પ્રવેશી અનોખો વિરોધ નોધાવ્યો હતો.જેમાં ભરૂચના ત્રણ “ખ” પ્રખ્યાત છે એક ખારીસીંગ, ખમણ અને ખાડાના સૂત્રો દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતો.