પ્રેમમાં મોત પણ મળે છે, બોયફ્રેન્ડને હત્યારો બનતાં વાર નથી લાગતી. ઉપર ઉપરથી દેખાતા પ્રેમ પાછળ ઝેરી ધૃણા છુપાયેલી હોય છે અને તો જ આવી ભયાનક ઘટના સામે આવતી હોય છે. માત્ર 20 વર્ષની યશશ્રીને ક્યાં ખબર હતી તેને પણ તેના બોયફ્રેન્ડના હાથે ઘાતકી રીતે મરવાનો વારો આવશે.

કેમ કરી હત્યા ?

DECISION NEWS ને મળેલ માહિતી મુબજ હકીકતમાં યશશ્રીને એક યુવાન સાથે પ્રેમમાં હતી પરંતુ પછીથી તેણે તેની સાથે સંબંધ કાપી નાખ્યો હતો જેને કારણે બોયફ્રેન્ડ ગુસ્સે ભરાયો હતો. નવી મુંબઈમાં ઉરન રેલવે ટ્રેક નજીકથી 20 વર્ષની છોકરીની લાશ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી અને લાશના કબજામાં લેતા તેના શરીર પર છરીના અસંખ્ય ઘા દેખાયાં હતા જેના પરથી અનુમાન લગાવાયું હતું કોઈએ તેની અતિ ઘાતકી હત્યા કરીને લાશ અહીં ફેંકી દીધી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી મુંબઈ) વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે પોલીસને સવારે 2 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો કે ઉરણ રેલ્વે સ્ટેશન નજીક ઝાડીઓમાં એક છોકરીનો મૃતદેહ મળ્યો છે. તેના શરીર પર અનેક ઈજાના નિશાન અને છરીના ઘા છે, જે દર્શાવે છે કે તેણીની ખૂબ જ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.