સૌરાષ્ટ્ર: ગુજરાત NSUIયુવાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી જમીન કૌભાંડને લઈને નાટકની ભજવણી કરાતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ હોવાની માહિતી બહાર આવી છે. આ ઘટનાને લઈને ગુજરાત ક્રોંગ્રેસ નેતાઓ હરકતમાં આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જમીન કૌભાંડને લઈ આજે ગુજરાત NSUI દ્વારા નાટક રૂપે કેવી રીતે BJP અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જમીન કૌભાંડ થયું એનું નાટક કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો જેમાં કોંગ્રેસ અગ્રણી રાજદિપસિંહ જાડેજા પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી રવિ જીત્યા હિરલબેન રાઠોડ બ્રિજરાજ સિંહ રાણા, રિયા સુમરા અંકિત નરવા અક્ષાંશ ગૌસ્વામી સમીર ચૌહાણ યજ્ઞેશભાઇ દવે વગેરે સહિત 20 થી વધારે NSUI ના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટનાને લઈને કોંગ્રેસનું મોવડી મંડળ આગળ કયા પગલાં ભરે છે અને આ કૌભાંડ આવનારા સમયમાં કેવું સ્વરૂપ પકડે છે તથા સૌરાષ્ટ્ર યુનિ. માં અભ્યાસ કરતાં કે આવનાર યુવાઓ કેવી એની શું અસર પડશે એ જોવું રસપ્રદ બની રેહશે.