ધરમપુર: વલસાડ જિલ્લાનાં માન.સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલે ધરમપુરના ધારાસભ્ય માન. અરવિંદભાઈ પટેલ દ્વારા ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારાયણ દેવજી લાઈબ્રેરીની અચાનક મુલાકાત લઇ વાંચન કરતાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ શહેરનાં ભાજપના સક્રિય કાર્યકર્તા શ્રી અમીષભાઈ પટેલ જોડે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીની આકસ્મિક મુલાકાત કરી લાઈબ્રેરીનાં હાજર વાચકોની તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવા, યુવતીઓ જોડે લાઈબ્રેરીનાં વિકાશ માટે ચર્ચાઓ કરી હતી. આ લાઈબ્રેરીમાં ધરમપુર શહેર અને તાલુકાનાં તથા કપરાડા, વાંસદા, પારડી વલસાડ, ખેરગામ જેવા તાલુકાનાં દૂર દૂર નાં ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી ખાતા ઓ, બેંકો માં નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા વાંચન માટે આવે છે.

આ લાઈબ્રેરી તથા એના પુસ્તકોનો સદ ઉપયોગ કરી ને 75 જેટલાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મળેવી છે એની જાણકારી મેળવી લાઈબ્રેરીમાં વાચકોની હાજરીને લઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાંસદશ્રીએ લાઈબ્રેરીયન અને ધરમપુર નગરપાલિકાનાં ચીફ ઓફિસર શ્રી વિજયભાઈ ઈટાલીયાને લાઈબ્રેરીનાં વધુ વિકાસ માટે સૂચનો કર્યા હતા.