નર્મદા: દેડિયાપાડા તાલુકાના મથકે થી અંદાજે ૮ કિ.મી. દૂર કોલીવાડા (બોગજ) ગામ આવેલું છે ત્યાં દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર માંથી નીકળતી તરાવ નદી આવેલી છે. અહીંયા તરાવ નદી પર એક મોટો ચેકડેમ બનાવવામાં આવ્યો છે.

DICISION NEWS ને મળેલ માહિતી મુબજ દેડિયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ ૧૧૭ મિ.મી. વરસાદ થયો છે. મેઘ મહેર ચાલુ છે. દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં વરસાદ સારો થયો છે. તેને કારણે તરાવ નદી વહેતી થઈ છે. કોલીવાડા (બોગજ) ગામે આવેલ તરાવ નદી પરનો મોટો ચેકડેમ ઓવરફ્લો થયો છે.

આ ચેકડેમ ડાબી બાજુ તૂટી ગયો છે. અને આ મોટા ચેકડેમ માંથી પાણી સતત નીકળી રહ્યું છે. ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી ? વહીવટી તંત્ર દ્વારા અને સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમને રીપેર કરવામાં આવતો નથી તેને કારણે ચેકડેમમાં સંગ્રહ થયેલું પાણી નીકળી જાય છે. ખેડૂતોને સિંચાઈના પાણી મળતાં બંધ થઈ જશે. શિયાળું પાકો માટે રવિ પાકો માટે ઉનાળું પાકો માટે સિંચાઇના પાણી મળવાનું બંધ થઈ જશે તેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થશે. મહા દુઃખની વાત એ છે કે કોલીવાડા, બોગજ, લાડવા અને અન્ય ગામડાંના આદિવાસી ખેડૂતો અત્યારે જીવના જોખમે આ ચેકડેમ ઉપર થઈને સામે કિનારે ખેતરોમાં ખેતીકામ માટે જઈ રહ્યા છે. તરાવ નદી પરના આ મોટા ચેકડેમ ઉપર થઈને આદિવાસી ખેડૂતો પસાર થઈ રહ્યા છે. તરાવ નદીમાં તણાઈ જવાની સંભાવના રહેલી છે. મોટી હોનારત થવાની સંભાવના છે. તેમ છતાં બેરોકટોક જીવ નાં જોખમે આદિવાસી ખેડૂતો પોતાના પશુઓને લઈને ચેકડેમ ઉપર થઈને પાણીમાં થઈ ને પસાર થવા મજબૂર બન્યા છે.

સ્થાનિક વહીવટી તંત્ર, સિંચાઇ વિભાગ તેમજ જંગલ ખાતા દ્વારા આ મોટો ચેકડેમ જ્યાં તૂટી ગયો છે ત્યાં રીપેર કરવા આવે એવી ખેડૂતોની માંગ છે.