નર્મદા: રાજપીપળા શહેરની નજીક આવેલ કરજણ નદી કિનારે મગર અને તેના 20થી વધુ બચ્ચા દેખાતાં સ્થાનિકો તેમજ સહેલાણીઓ ગભરાય ગયા હતા, તરતજ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને મગર તેમજ બચ્ચાંને સરોવરમાં ક્યાંક સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ કરી હતી..
DICISION NEWS ને મળેલ માહિતી મુબજ રાજપીપળા શહેર કરજણ નદી કિનારે વસેલું છે. અને આ નદીમાં કેટલીય વાર મગર હોવાનું દેખાય આવ્યું છે. ત્યારે કરજણ નદી નાં કિનારે આવેલ સિકોતર માતાના મંદિર નજીક બખોલ માં માદા મગરે 20ઈંડા મુક્યા હતા જેમાંથી 20 બચ્ચાંનો જન્મ થયો હતો. અહીં ખેતીકામે આવતા તથા હરવા ફરવા આવતા સહેલાંણીઓ તેમજ નદીમાં ન્હાવા કપડાં ધોવા આવતા લોકોને રોજ એકાદ બે મગર નજરે ચડતા હતા ત્યાં સુધી ઠીક હતું, પરંતુ એમ એક બે મગર કરતા આજે ઝુંડ થઈ જતાં લોકોમાં ફફળાટ ફેલાયો હતો. મંદિરની સાચવણી કરતા રાજુભાઈ રાઉલજી જણાવ્યું હતું કે ગત રોજ અહિયાં 20 થી વધુ નાનાં મગર નાં બચા જોવા મળ્યા હતા. તેની સાથે તેની માતા પણ હોઈ શકે છે. અહીં નદી કિનારે સ્નાન કરવા ને કપડા ધોવા આવનાર લોકો પર આ મગર અચાનક હુમલો કરી શકે છે, તો કોઈ જાનહાની નો બનાવ નાં બને તથા આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. મૂર્તિ વિસર્જન કરવા ને પૂજાવિધિ કરવા લોકો અહિયાજ આવતા હોઈ છે. તો લોકો ને જાણકારી માટે સાઈન બોર્ડ લગાવવામાં આવે અને તંત્ર દ્વારા આહિયાથી મગર ને પકડી મોટા સરોવરમાં છોડી મગર અને તેના બચ્ચા પણ સુરક્ષિત થાય અને આ વિસ્તાર પણ સુરક્ષિત થાય એવી માંગ સ્થાનિકોએ કરી હતી.











