વાંસદા: એક દિવસ પહેલાં જ વાંસદા ચાર રસ્તા હનુમાનબારી 99 શોપીગ સેન્ટરના બીજા માળે ડો. બાબાસાહેબ આબેડકર લાયબ્રેરી નવયુવા માન. ચિરાગ દ્વારા તેમના દાદાના સ્મૃતિમા માનમાં આજ રોજ તેમના માતા-પિતા અને સમાજના અગ્રણીઓ એવા માન. બાબુભાઇ ગાંગુડે તેમજ જગદીશભાઈ પટેલ અને કાંતિભાઈ કુનબી, જયંતિભાઈ પવાર તેમજ દિનેશભાઈ, ભગવતીબેન તેમજ DECISION NEWS ના ડો. અવિનાશ દ્વારા લાયબ્રેરીને કોઈ પણ વિધાર્થીઓ પાસે ફી લીધા વગર વિનામૂલ્યે વાંચવા માટે વાંચનાલય ખુલ્લી મુકવામા આવી છે.
આ લાઈબ્રેરીમાં વાંસદા- વઘઈ તાલુકાના આજુબાજુમા સ્પર્ધાત્મક પરીક્ષા આપતા તેમજ પિપલખેડ તરફના વિધાર્થીઓને આ લાયબ્રેરીમાં વાંચવા માટે લાભ લેવા સૌ વિધાર્થીઓને આહવાન કરવામાં આવ્યું છે. આ લાયબ્રેરી થકી આજુબાજુના ગામોએ લાભ લઈ વિધાર્થીઓને કોઈ પણ ઘોઘાટ વગર શાંતિથી અભ્યાસ કરી શકે તેવા આશયથી માન. ચિરાગભાઇના અનુભવો સાથે પોતે પણ લાયબ્રેરીમા અભ્યાસ કરી સ્પધાત્મક પરીક્ષાઓ પાસ કરી પોતે નોકરી મેળવેલ તેના અનુભવોને આધારે વિધાર્થીઓના હિતમા ખુબ સરસ આદિવાસી વિધાર્થીઓને પ્રેરણા રૂપ કાર્યની જ્ઞાનની જયોત પ્રજવલિત કરનાર ચિરાગના દાદાના નામે આ કાર્યને બિરદાવામા આવેલ જે આગામી દિવસોમાં એક લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવેલ છે.
ચિરાગના માતા-પિતાના હસ્તે રીબીન કાપી, ડો બાબા સાહેબ આબેંડકર તેમજ જયોતિબા ફુલે તેમજ સાવિત્રી ફુલેને આદિવાસી પરંપરા અનુસાર યાદ કરી આદિવાસી સંસ્કૃતિ મુજબ પુજા કરી આ લાઈબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ શરુ કરાઈ છે.

