નર્મદા: ડેડીયાપાડા તાલુકો ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે અને હાલ ગરીબ અને પછાત વર્ગના લોકોનું પણ ઘરનું સપનું પૂરું થાય તે માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોએ અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકા પંચાયતની કચેરીમાં લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એક હપ્તો લેવા માટે 10-12 ધક્કા ખાવા પડે છે તેમ લાભાર્થીઓએ જણાવ્યું હતું. આ કાળઝાળ ગરમીમાં નથી ત્યા કોઈ પીવાના પાણીની યવસ્થા કે લાભાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા અને લોકો કાળઝાળ ગરમીમાં આખો દિવસ ધક્કા ખાય રહ્યાં છે, અને એક ટેબલ પરથી બીજા ટેબલ પર કર્મચારીઓ ધક્કા ખવડાવે છે અને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી તેમજ ઓફિસો પર અનિયમિતપણે કર્મચારીઓ આવતા જતા રહે છે અને ત્યાં ઓફિસમાં તમામ કર્મચારીના ટેલિફોનિક નંબર આપેલા છે જેનાં પર સંપર્ક સાંધતા ફોન પણ રિસીવ કરવામાં આવતાં નથી. જેથી કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ના લાભાર્થીઓને ભારે હાલાકી નો સામનો કરવાની નોબત આવી પડી છે.

ત્યારે સામાન્ય લાભાર્થીઓને એક હપ્તા માટે ૧૦-૧૨ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો કોના ભરોસે રહેશે ??? કે ડેડીયાપાડા માં બેઠેલા તાલુકા વિકાસ અધિકારીનાં ભરોશે??? કે પંચાયતના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી નાં ભરોશે??? આને આ લાભાર્થીઓનું કામ કોણ કરી આપશે ?? શું અધિકારીઓ લોકોની સેવા કરવા માટે બેઠા છે કે પોતાની મનમાની કરવા??? શું ડેડિયાપાડા પંચાયતનાં કર્મચારીઓ પોતાને મન ફાવે તેમ નોકરી કરશે??? આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવશે ખરું કે તે જોવું