ડાંગ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી–સુરતમાં ડાંગના કુકડનખી ગામે ચાલતી BRS એસ. એસ. માહલા કોલેજના વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં યુનિવર્સિટી ખાતે સૌથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોવાનું કોલેજના સંચાલક દ્વારા જણાવાવમાં આવી રહ્યું છે.
સંચાલક શ્યામ માહલાએ આપેલી માહિતી મુજબ ‘બાગાયત’-1 મા બેઠક નંબર 246 – પટેલ પ્રિયા મહેશભાઈ, ‘એગ્રોનોમી’ (કૃષિ વિજ્ઞાન) મેજર-2 મા 251 – તુંબડા નિશાબેન કમલેશભાઈ, ‘બાગાયત’ મેજર-2 મા 245 – મહાલે રોશનભાઈ હીરાલાલભાઈ, ‘ગ્રામ વિસ્તરણ’ મા 234 – પટેલ ભૂમિકાબેન નરેશભાઈ, ‘ગાંધીવાદી વિચારોના સિદ્ધાંતો’માં 251 – તુંબડા નિશાબેન કમલેશભાઈ અને ‘હિન્દી પ્રાવીણ્ય અને જીવન કૌશલ્ય’ વિષયમાં બેઠક નંબર 247 – ધૂમ નંદુબેન રામદાસભાઈ; આ વિષયો મુજબ બેઠક નંબર વાળા-વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે.
વધુમાં તેમનું કહેવું હતું કે સૌથી વધૂ ગુણ પ્રાપ્ત કરવા બદલ આ બધા જ વિદ્યાર્થીઓને મારા અને આચાર્ય શ્રી પરેશભાઈ સાળવે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. આ દરમિયાન કોલેજમાં અનેરો આનંદ અને ઉત્સવનો માહોલ છવાયેલો રહ્યો.

