ધરમપુર: નેશનલ હાઈવે 56 પર ધરમપુર ચોકડી પાસે પેપર રોલ ભરેલો એક અજાણ્યા કન્ટેનર ચાલકે ટેમ્પો કટ મારતા  રસ્તા ઉપર પલ્ટી ગયાની ઘટના સામે આવે છે. વાપી GIDCમાં આવેલા શાહ પેપર મીલનો આ ટેમ્પો હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત થતાં સ્થાનિક લોકો અને અવરજવર કરતાં મુસાફરોએ ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકની મદદ કરી હતી. અને 108 ને કોલ કરી બોલાવી તાત્કાલિક ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેની વ્યવસ્થા કરી હતી. હાલમાં ઘટના સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ Decision News ને જણાવ્યું કે આ ટેમ્પો વાપી GIDCમાં આવેલી શાહ પેપર મીલનો છે. જેને ટેમ્પો ચાલકે પેપર રોલ ભરીને સુરત લઈ જઈ રહ્યો હતો.

ધરમપુર ચોકડી પાસે કન્ટેનર ચાલકે ટેમ્પોને કટ મારી હતી. જેને લઈને ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી અને ટેમ્પો પલ્ટી ગયો અને આ અકસ્માતની ઘટના બની. ટેમ્પો પલ્ટી જતા ટેમ્પામાં ભરેલા પેપર રોલ હાઇવે ઉપર દોડતા થયા હતા. જેને લઈને થોડીવાર માટે ટ્રાફિકજામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા