નર્મદા: ડેડીયાપાડા મામલતદાર કચેરીમાં જાતિના દાખલા અંગે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા.હાલ વિદ્યાર્થીઓની શાળામાં એડમિશન પ્રક્રિયા ચાલુ હોવાના કારણે જાતિનો દાખલો ખૂબ જરૂરી બન્યો છે

જુઓ વિડીઓ..

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ત્યારે ડેડીયાપાડા મામલતદાર કચેરીમાં જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓ વડીલો અને વૃદ્ધો પણ જોવા મળ્યા હતા અને ત્યાં જવાબદારી નિભાવતા અધિકારી ક્યાંક ને ક્યાંક સમયસર ના આવવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડેડીયાપાડા વિસ્તારના અંતરિયાળ ગામમાંથી આવતા વાલીઓ બાળકો સમયસર દાખલાની પ્રોસેસ નહીં થતાં વારંવાર ધક્કાઓ ખાવા પડે છે. અને જાતિનો દાખલો કાઢવા માટે પાંચ થી છ દિવસ લાગી જતા હોય છે. ત્યારે તંત્ર આ વિષય પર ધ્યાન આપશે કે પછી લોકો ભૂખ્યા ત્યા લાઈનોમાં ઊભા રહેશે એ જોવું રહ્યું.આ લાઈનો લાગવાનું મુખ્ય કારણ એ છે કે જે કર્મચારીઓ છે તે અનિયમિત આવે છે.અને બપોરે લંચ ટાઈમમાં પણ અનિયમિત આવે છે તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે.

હવે જોવું રહ્યું કે ડેડીયાપાડા મામલતદાર આ કર્મચારીઓને નિયમિત કામગીરી કરવા સૂચના આપવામાં આવશે કે પછી આદિવાસીઓને લાંબી કતારોમાં ઉભા રહી ધરમના ધક્કા ખાવા પડશે તે તો આવનાર સમય જ બતાવશે.