ધરમપુર: તંત્ર લોકોં હેરાન કર્યાના એક દિવસ પણ સમાચાર ન આવ્યા હોય એવું સામાન્ય પણે ઓછું બનવા લાગ્યું છે ત્યારે 40 જેટલાં આઉટસોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતું હોવાનો આક્ષેપ ધરમપુર તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલએ હોસ્પિ. સુપ્રિ.ને રજૂઆત કરી છે. અને પગાર નહીં ચુકવાય તો ધરણાંની ચીમકી ઉચ્ચારી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા આઉટસોર્સિંગના 40 વધુકર્મચારીનો પગાર છેલ્લા અઢી માસથી નહિં ચૂકવાતા આજે ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા સ્ટેટ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરાઈ હતી. જો તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શન કરવાનું જણાવ્યું હતું.
ધરમપુર તાલુકાની સ્ટેટ હોસ્પિટલ ખાતે જીડી અજમેરા એજન્સીમાં 40 જેટલાં આઉટસોર્સિંગના કર્મચારીઓ,જેમાં ડ્રાઈવર, પટાવાળા, લેબ ટેકનિસિયન, એક્સરે ટેક્નિશિયન સહિતનાને છેલ્લા અઢી માસથી પગાર નહીં ચૂકવાતા તા.પંચાયતના સભ્ય દ્વારા સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોય, જેથી તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં આવે, નહીં તો સ્ટેટ હોસ્પિટલ ખાતે ધરણાં પર બેસવાની ચીમકી પણ તેમણે આપી હતી.

