કપરાડા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવા માં આવેલી ધોરણ ૧૨ આર્ટસ અને સાયન્સ નું પરિણામ આજ રોજ જાહેર કરવા માં આવ્યું હતું. જેમાં કપરાડા તાલુકા ના બાલચોંડી સ્થિત ચાલતી અંબેમાતા કન્યા વિદ્યાલય નું ધોરણ ૧૨ સાયન્સ નું ૮૧ ટકા અને ધોરણ ૧૨ આર્ટસ નું ૧૦૦ટકા પરિણામ આવતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વિગત મુજબ કપરાડા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબેમાતા કન્યા વિદ્યાલય નું દર વર્ષ ની જેમ વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ નું ધોરણ ૧૨ આર્ટસ અને સાયન્સ નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.જેમાં ધોરણ ૧૨ આર્ટસ માં કુલ ૫૫ વ વિદ્યાર્થીનીઓ એ પરીક્ષા આપી હતી તેમાં બધી જ વિદ્યાર્થીનીઓ પાસ થતાં શાળા નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હોવાનું જાણવા મળે છે.જેમાં રિંકલબેન ભરતભાઈ પટેલ ૭૦૦ માથી ૫૭૦ ગુણ મેળવી ૮૧ ટકા સાથે શાળા માં પ્રથમ ક્રમે રહી હતી.દર્શનાબેન નરેશભાઈ કટકિયા ૭૭.૫૭ ટકા મેળવી દ્વિતિય ક્રમ જ્યારે જીનલબેન મહ્યાભાઈ ભોંય ૭૫.૭૧ ટકા મેળવી શાળા માં ત્રીજા ક્રમે થી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ધોરણ ૧૨ સાયન્સ માં કુલ ૧૬ વિદ્યાર્થીનીઓ એ પરીક્ષા આપી હતી.જેમાંથી ૧૩ વિદ્યાર્થીનીઓ પાસ થતા શાળાનું ૮૧ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીનીઓ માં ખુશી જોવા મળી હતી જેમાં અંકુરીબેન રણજીતભાઇ પટેલ ૬૯.૦૮ ટકા મેળવી શાળા માં પ્રથમ ક્રમે રહી હતી.રિંકલબેન શંકરભાઈ ચોધરી ૬૭.૦૮ ટકા મેળવી બીજા ક્રમે અને જીજ્ઞાશાબેન ગણેશભાઈ વાઢુ ૬૩.૩૧ ટકા મેળવી શાળા માં ત્રીજા ક્રમે રહી હતી.

આમ શાળા નું ધોરણ ૧૨ આર્ટસ નું ૧૦૦ ટકા જ્યારે સાયન્સ નું ૮૧ ટકા પરિણામ આવવા બદલ શાળા ના આચાર્ય નવીનભાઈ ખાંડરા તથા શિક્ષક સ્ટાફ મોહનભાઈ ખાંડરા,સોનલબેન પરમાર,પ્રકાશભાઈ થોરાત,સોનલબેન પટેલ ,નીલમબેન પટેલ , રીનાબેન ભોયા, અક્ષયકુમાર ચોધરી,પ્રિયંકાબેન ચોધરી દ્વારા વિદ્યાર્થીનીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.શાળા નું શ્રેષ્ઠ પરિણામ આવતા શાળા સંચાલક મંડળ ના પ્રમુખ જીતુભાઇ ચોધરી અને મંત્રી ગુલાબભાઈ પટેલે શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.