કપરાડા: કપરાડા તાલુકાની એક શ્રમિક પરિવારની 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમ સબંધ બાધી પારડી તાલુકાના યુવક દ્વારા નાનાપોંઢા ધરમપુર રોડ ઉપરથી સગીરાના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડામાં કોમ્પ્યુટર કલાસમાં જતી 15 વર્ષીય સગીરાને પારડી તાલુકાના પાર્થ પટેલ નામનો યુવક પ્રેમસબંધ બાંધ્યો હતો અને એ સગીરાને લગનની લાલચ આપી બુધવારે સગીરા કોમ્પ્યુટર ક્લાસમાં જતી વેળાએ નાનાપોંઢા ધરમપુર રોડ પર સગીરાના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. આ ઘટનાની જાણ સગીરાના પરિવારના સભ્યોને થતા સગીરાના પરિવારના સભ્યોએ પોલીસ મથકે સગીરાનું અપહરણ કરવા બદલ પારડી તાલુકાના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં નાનાપોઢા પોલીસ આજુબાજુના વિસ્તારના CCTV ફુટેજ મેળવી આધારે તપાસ કરી અને યુવકના ઘરે જઈને યુવકના માતા-પિતાની પ્રાથમિક પૂછપરછ કરી હતી. હાલમાં ડુંગરા પોલીસ મથકે અગાવ પણ વર્ષ 2023માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઇ છે જેમાં આ યુવક વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.