ધરમપુર: દિવસે ન દિવસે હાઇવે પર અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગતરોજ ધરમપુર તાલુકામાં વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાસેથી પસાર થતાં ખેરગામ હાઇવે પર ત્રિપલ વાહનોની ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરમ વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાસે ગતરોજ સાંજના 5 વાગ્યાની આસપાસ એક સ્વીફ્ટ કાર ખેરગામ જઈ રહી હતી અને મારુતિવાન ખેરગામથી ધરમપુર આવી રહી હતી અને આ બંને સાથે એક મોપેડ અડફેટે આવી જતાં ટ્રિપલ વાહનોનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલાં વ્યક્તિઓને ધરમપુરની હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં અકસ્માતમાં ઘાયલ થયેલાં વ્યક્તિઓ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. Decision News ને ઘટના સ્થળ પરના મળેલાં ફોટોગ્રાફ મુજબ અકસ્માતમાં GJ-05-BZ-6455 નંબરની સ્વીફટ કાર અને GJ-15-CA-0523 નંબરની મારૂતીવાન હોવાનું માલુમ પડે છે.

