નવસારી: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વાબાંગ જમીર સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓએ નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે સારું ગેરકાયદેસર હથિયાર અંગેના કેસો શોધી કાઢવા અંગે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબને સૂચના આપેલ જે અન્વયે પી.બી. પટેલીયા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. નવસારી નાઓએ જરૂરી કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે તેઓએ એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ.
દરમ્યાન આજરોજ તા.૦૭/૦૨/૨૦૨૪ ના રોજ અ.હે.કો. મયુરભાઈ રઘુભાઈ, અ.હે.કો.ભક્તેશભાઈ નીવૃતિભાઈ, નાઓએ સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે મોજે ખોરા ફળિયા, વાંસદા ખાતે લાલજુભાઈ ગોમજેભાઈ ધનગરેના રહેણાંક મકાન પાસે પુળેટીયા માંથી સંતાડી રાખેલ. લાયસન્સ વગરની (1) દેશી હાથ બનાવટી ઠાસણી બંદૂક બ્રાઉન તથા કાળા કલરની નંગ ૨ કિ. રૂ. 10,000/- (2) સફેદ કલરની સફેદ ઢાંકણ વાળી ડબ્બી જેમાં લોખંડના પાસ નંગ 35 કિ. રૂ. 35/- (3) સફેદ કલરની લીલા ઢાંકણ વાળી ડબ્બી જેમાં રાખોડી કલરનો ફટાકડાનો દારૂગોળો જેવો દેખાતો પાવડર આશરે 40 ગ્રામ કિ.રૂ. ૦૦/- તથા (4) કોફી કલરની કોફી ઢાંકણ વાળી ડબ્બી જેમાં ફટકડી નંગ 15 કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ. 10,035/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (1) લાલજુભાઈ ગોમભાઈ ધનગરે ઉ.વ. 48, (2) સુરેશભાઈ મછુંભાઈ ધનગરે ઉ.વ.45 બને રહે.ખોર ફળિયું, માનકુનીયગામ તા.વાંસદા જી. નવસારી નાઓએ પકડી પાડી પકડાયેલ બને આરોપીઓ વિરુદ્ધમાં અ.હે.કો. અમરભાઈ ભગવાનભાઈ એસ.ઓ.જી.નવસારી નાઓએ શસસ્ત્ર અધિનિયમ હેઠળ ફરિયાદ આપતાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. અને આગળની તપાસ વાંસદા પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
(1) પો.ઈ.શ્રી પી.બી. પટેલીયા
(2) એ.એસ.આઈ નલીનભાઈ ચીમનભાઈ
(3) હે.કો, મોહમ્મદફેસલ મકબુલહુસેન
(4) હે.કો, મયુરભાઈ રઘુભાઈ
(5) હે.કો. ભકતેશભાઈ નિવૃત્તિભાઈ
(6) હે.કો. અમરભાઈ ભગવાનભાઈ
(7)પો.કો. પ્રદીપકુમાર રાજેશભાઈ

