ડેડીયાપાડા: છેલ્લા બે ત્રણ દિવસથી લગભગ ડેડીયાપાડામાં બે યુવાનો ડેડીયાપાડાના બજારમાં આવેલા દુકાનદારોને ત્યાં પોહચી એક ઝેરોક્ષ કાગળમાં રહેલો બારકોડને સ્કેન કરાવતા ફરે છે તેઓ દુકાનદારનો ફોન માંગે અને બારકોડ દ્વારા પોતાની ધાર્મિક youtube ચેનલ સબ્સ્ક્રાઇબ કરાવવા ફોન લઇ લે છે. જો આવી વખતે દુકાનદારનો મોબાઈલનો ડેટા ચોરવાની ઘટના બની શકે છે.
જુઓ વિડીઓ …
Decision News ને મળેલી માહિતી મુજબ આજનો સોશિયલ મીડિયા નો જમાનો છે ત્યારે પોતાના ફોનમાં જ પોત પોતાના ડેટાઓ હોય છે. ડેટા મિસ થવા કે બેંક માહિતી મિસ થવીનો અણસાર રહેલો છે અને ફોનમાં જ નાણાની લેવડદેવડ માટે google pay, phone pay માંથી રૂપિયાની ચોરીની સાયબર ક્રાઇમની ઘટનાઓ કોમન થઈ ગઈ છે ત્યારે કોઈ પણ આજાણ્યા વ્યક્તિ બારકોડ સ્કેન કરાવવો કેટલો યોગ્ય ? એ એક વિચારશીલ પ્રશ્ન છે.
આ ઘટનાને લઈને ડેડીયાપાડા વિસ્તારના પોલીસ સ્ટેશનને ટેલીફોનિક સંપર્ક ન થવાથી 100 નંબર પર ફોન કરી આ તમામ માહિતી એક જાગૃત નાગરિક તરીકે પોલીસને જણાવવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે કોઈ મોટો કાંડ થાય છે કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ડેડીયાપાડા પોલીસ તાત્કાલિક પગલાં ભરે છે.

