વાંસદા: આજરોજ નવસારીના વાંસદા તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત 744. 25 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત વલસાડ ડાંગ વાંસદાના સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે કરવામાં આવ્યા હોવાનું જાણવાનું મળી રહ્યું છે .

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના કાવડેજ ગામે હાટ બજાર બનાવવાનું કામ જેમાં ૩૪ દુકાનો, ૫૧ હાટ તથા ૧ કોમ્યુનિટી હોલ, તેમજ વાંસદા ખાતે વાંસદા તાલુકા સેવા સદનથી ગુરુદત્તાત્રેય મંદિર થઈ સરકારી દવાખાના (કોટેજ હોસ્પિટલ)ને જોડતો રોડ, વાંસદા સ્મશાનભૂમિથી નવાફળિયા તરફ જતો રસ્તો, વાંસદા જૈન દેરાસરથી મોગરાવાડી થઈ જલારામ મંદિરને જોડતો રસ્તો તેમજ ભીનાર કુકડા કુરેલીયા ધરમપુરી રોડ પર વાંકી નદી પર પુલનું નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ વલસાડ ડાંગ ડૉ કે સી પટેલ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તી બેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મૂકેશભાઈ, મહામંત્રી રાકેશભાઈ શર્મા અને સંજય બીરારી હાજર રહ્યા હતા.