વાંસદા: વર્તમાન સમયમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં છે પણ જ્યારે ગુજરાતમાં પ્રવેશ છે ત્યારે  ખાસ કરીને નવસારીમાં વાંસદા-ચીખલીના મત વિસ્તારમાં એટલે કે લોકોનેતા અનંત પટેલ વિસ્તારમાં કયો રૂટ અને ક્યાં જનસભા સંબોધશે તેને લઈને ગતરોજ  કોંગ્રેસની ટીમ તાલુકાના ઉનાઈમાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ નો રૂટ માંડવી વ્યારા સોનગઢ થઈને મહારાષ્ટ્ર સુધી જવાની છે. ત્યારે આ યાત્રા ઉનાઈમાંથી પસાર થાય તે માટે ધારાસભ્ય અનંત પટેલે દિલ્હીમાં ધારદાર રજૂઆત કરતા રાહુલ ગાંધીઆ ન્યાયયાત્રા સુપ્રસિદ્ધ ઉનાઈ આવશે.

અનંત પટેલ જણાવે છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, માજી વિપક્ષ નેતા સુખરામ સહિતના કોંગ્રેસના આગેવાનો આવ્યા હતા. હાલમાં અમે બધા કાર્યકરોએ વિવિધ રૂટ અને સ્થળનું નિરીક્ષણ કરી 11 અથવા 12 માર્ચના રોજ રાહુલ ગાંધીની યાત્રાના આગમનની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.