ધરમપુર: 30મી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન.. ગતરોજ ધરમપુર તાલુકામાં આવેલ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસને સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને લોકમાતા તરીકે ઓળખાતી સ્વર્ગવાહિની નદી પર આવેલ મનહર ઘાટની સાફ સફાઈ કરવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લાં 15 વર્ષથી વધુ વર્ષથી ગાંધી વિચારના ગ્રામ ઉત્થાનના કાર્યો કરી રહ્યું છે અને ગાંધીના વિચારોને જીવંત રાખી સ્વચ્છતા અને ખાદી અને ગ્રામ વિકાસના કર્યો આગળ ધપાવી રહ્યું છે ત્યારે ગતરોજ ગાંધીજીના નિર્વાણ દિવસ ધરમપુર તાલુકા મથક ખાતે સ્વર્ગવાહિની નદી પર આવેલ મનહર ઘાટ ખાતે સ્વચ્છતાના સંદેશ સાથે સાફસફાઈ કરવામાં આવી હતી.
સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા પ્રાર્થના કરી બાપુને શ્રદ્ધાંજલી આપી હતી, ત્યાર બાદ સાફસફાઈ કરવામાં આવી હતી, જેમાં દરેક કાર્યકર્તાઓ જોડાયા હતા. સંસ્થાપક નીલમ પટેલનો યુવાનોને સંદેશ હતો કે આપણી આસપાસની ‘બહારની સફાઈ તો ખરી જ પણ વર્તમાન સમયમાં મન, દિલ, દિમાગ અને આત્માને સ્વચ્છ રાખવું ખુબ જ જરૂરી છે.’











