પારડી: આજે પારડીના મોતીવાળા ફાટક પાસે એક સાથે 4 વાહનોન અકસ્માત થયાની ઘટના બનવા પામી છે આ અકસ્માતમાં બાઈકમાં સવાર ત્રણ લોકોમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળ પર મૃત્યુ થઇ ગયું હતું જયારે બે લોકો ગંભીર રીત્યે ઘવાયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બેફામ ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકનું પારડીના મોતીવાળા ફાટક પાસે ટેમ્પો સ્ટેયરિંગ ઉપરથી સંતુલન જતું રહેતાં બાઈક અને રિક્ષાને અડફેટે લીધા બાદ ત્રણેય વાહનો એક ટ્રકમાં ઘૂસી ગયા હતા. આ અકસ્માત જીવલેણ બન્યો હતો બાઈકમાં સવારમાંથી બે લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયા હતા આ અકસ્માત કેટલો ભયંકર હતો તે તેના હચમચાવનારા દ્રશ્યો લગાવી શકાય છે.
અકસ્માતમાં બાઈક, ટેમ્પો અને રીક્ષાનો ભુક્કો થઇ ગયો હતો બધા જ વાહનો એકબીજા સાથે ચોંટી ગયા હતા. બાદમાં વાહનોને છુટા કરવા ક્રેઈનની મદદ લેવાનો વારો આવ્યો હતો. આ અકસ્માતમાં મૃતકના નામ તરીકે ગણેશ મણીલાલ નાયકા, સોનુ બેન જીગરભાઈ નાયકા અને ઈજાગ્રસ્તના નામ જયશ્રી નાયકા હોવાનું હાલમાં જણાઈ રહ્યું છે. અકસ્માત સ્થળે ભેગા થઇ ગયેલાં લોકોએ ટેમ્પો ચાલક ભાગે એ પહેલાં તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

