વલસાડ: ગતરોજ વલસાડ એસટી ડેપોમાં ચાલુ બસમાં ચઢવા જતાં એક મહિલા નીચે પડી જતાં તેના પર બસનું વ્હીલ ચડી જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયાની ઘટના બહાર આવી છે. હાલમાં વલસાડ પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વલસાડના એસટી ડેપોમાં ગતરોજ વલસાડ પાટી વલસાડ એસટી બસ પ્લેટફોર્મ પર આવી રહી હતી ત્યારે બસ રનિંગમાં હતી અને સેગવીના સુમિત્રા બેન હળપતિ આ બસમાં ચઢવા જતાં બસના આગળ ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. વલસાડ એસટી ડેપો મેનેજર અને અન્ય સ્ટાફ અકસ્માત સ્થળે આવી ગયા હતા.
આ આકસ્મિક મોતની ઘટનાની જાણ થતાં જ વલસાડ સીટી પોલીસ અકસ્માત સ્થળે આવી લાશનો કબજો લઈ લીધે હતો અને બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવી, આ કેસની આગળની તપાસ હાથ ધરી હતી.











