વલસાડ: તડકેશ્વર મંદિરની સામે રહેતા ૩૨ વર્ષીય રાધાબેન સ્નેહલભાઈ મિસ્ત્રી(મૂળ રહે. સેગવી સુથારવાડ ફળિયું, તળાવની સામે, તા-જી-વલસાડ) તા. ૧૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ બપોરે 1 થી સાંજે 5 વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર રાધાબેન પાતળો બાંધો, શ્યામવર્ણ અને 5 ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમણે લાલ કલરનો શોર્ટ કુર્તો, કાળા કલરનું જીન્સ અને ચપ્પલ પહેરેલા હતા. જે ગુજરાતી ભાષા બોલે છે.
જે કોઈને પણ તેમની ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ મથકે ફોન.નં. ૦૨૬૩૨-૨૪૪૨૩૩ અને એ.એસ.આઈ રાજેશભાઈ કાશીનાથ મો.નં.૯૮૭૯૫૩૨૮૮૨ ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે

