કપરાડા: હાલમાં કપરાડાના કુંભઘાટના રોડ અર પડેલા ખાડાઓના કારણે અકસ્માતોનું પ્રમાણ વધુ રહ્યું છે ત્યારે અનેક ટ્રાન્સપોર્ટ મંત્રીને રજુવાતો છતાં કામગીરી કરવામાં ન આવતાં લોકો અને વાહન ચાલકોમાં સાંસદ કે સી પટેલ સામે આક્રોશ ફાટ્યો હોય તેમ આ રોડની દશા માટે સાંસદ ડો. કે.સી પટેલ જવાબદાર હોવાના બોર્ડ લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે કપરાડામાં કુંભઘાટનો રસ્તો અંત્યત બિસ્માર બની ગયો છે. વાહન ચાલકો મહા મુશીબતે અને જીવના જોખમે સફર કરી રહ્યા છે એવા તંત્રને વારંવાર મૌખિક અને લેખિત રજુવાતો કર્યા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી અને લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને રસ્તા પર રોડની દશા માટે સાંસદ ડો. કે.સી પટેલ જવાબદાર હોવાના બોર્ડ લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ બોર્ડ કાઢી લેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
આ અંગે મીડિયાના પુછાયેલા સવાલમાં સાંસદ ડો. કે. સી જણાવે છે કે ખાડાઓને લઈને સંગઠનના અગ્રણીઓ અને નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે 1 મહિના પહેલા સ્થળ મુલાકાત લઈને ઇજનેરને હાલ ખાડા પુરવાની કામગીરી સોંપવામાં આવી છે. આજે સવારે પણ ઈજનેર સાથે વાત કરી હતી. હાલ લોસભાના સત્ર ચાલી રહ્યું છે. જેથી હું દિલ્હી રહીને પણ સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખી રહ્યો છું.











