બોટાદ: 2024 લોકસભા પહેલાં શું શું થશે હજુ.. આજે બોટાદના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની આવક અને સંપત્તિની એસીબી,ઇડી, સીબીઆઇ દ્વારા તપાસની કરી માગ કરતા ગુજરાત સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કે હવે શું કરવું ?

બોટાદના ધારાસભ્યના પત્રથી સરકાર મુઝવણમાં, શું કરશે કાર્યવાહી.?

દેશમાં ભ્રષ્ટાચાર એ સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત સામાન્ય માણસથી અધિકારીઓ, મુખ્ય પ્રધાન સુધીના સૌ કોઈ જાણે છે. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. ત્યારે ગુજરાત ની બોટાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને લખેલો પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

જેમાં તેઓએ લખ્યું છે કે, મારા ધારાસભ્ય તરીકે એકવર્ષ પૂર્ણ થાય છે. જેના અનુસંધાને મારા ઉપર આવક અને સંપત્તિની એસીબી દ્ધારા તપાસ કરવામાં આવે. સાથે સાથે ગુજરાતના તમામ ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ગુજરાતના તમામ આઈપીએસ તથા આઈએએસ કક્ષાના અધિકારીઓ ઉપર પણ એસીબી દ્ધારા તપાસ કરવામાં આવે. જેનો અહેવાલ ઓનલાઈન ગુજરાત સરકારની વેબ સાઈટ ઉપર મુકવામાં આવે. જેને ગુજરાતની જનતા જાણી શકે.