ડેડીયાપાડા: આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા દેવમોગરા ખાતે કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કરી ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા જે ઘણા લાંબા સમયથી કાયદાકીય લડત લડી રહ્યા છે તે લોકસભા ચુંટણીમાં જીત મેળવે એ શુભ ઉદ્દેશ સાથે પત્રિકાનું વિતરણ કાર્ય શરુ કરી દીધું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા દેવમોગરા ખાતે કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કરી ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા જે ઘણા લાંબા સમયથી કાયદાકીય લડતનો સામનો કરી રહ્યા છે જે સંદર્ભે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે એ સંદર્ભે આજરોજ વિધાનસભા દીઠ પત્રિકાનું વિતરણ કરતા પહેલા વહેલી સવારે 6:00 કલાકે યાહામોગી માતાજીની આરતીમાં ભાગ લઈ માતાજી ના પ્રાગણથી શરૂઆત કરીએ ઠેઠ ભરૂચ લોકસભામાં આવતા દરેક ઘર સુધી જવાનો સંકલ્પ કર્યો હતો.
આ ઉપરાંત ડેડીયાપાડા બોગજ ગામના ખેડૂત ભાંગડા ભાઈ ને પોલીસે જે રીતે ગોંધી રાખી મારપીટ કરવામાં આવી છે એ સંદર્ભે આવરણ દિવસમાં ફરિયાદ દાખલ ન કરવામાં આવે તો ડેડીયાપાડા વિસ્તારમાં અનેક રચનાત્મક કાર્યક્રમો આપી ચૈતર વસાવા ના સમર્થનમાં જનજાગૃતિ ના કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.