સેલવાસ: મૂળ નિવાસી આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા સાથે એના રીત રીવાજો પોતાની એક અલગ ઓળખ ધરાવે છે ત્યારે આજરોજ બાલદેવી કુવા ફળિયામાં હવાનની વિધિ કરી વર્ષોથી ચાલતા રીત-રીવાજોની એક ઝલક આદિવાસી નવી પેઢીની સામે ધરી હતી.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે બાલદેવી કુવા ફળિયામાં હવાનની વિધિમાં ખાસ કરીને ગામના આગેવાનો, વડીલો સમાજના ભગત લોકો મળીને ભાગ લે છે અને આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે દેવી દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે આ પરંપરાને વર્ષોથી જાળવી રાખવામાં આવેલ છે અને આગળ પણ ચાલુ રહેશે જે આદિવાસી સમાજનું ગૌરવ છે અને સ્થાનિક સંસ્કૃતિનું પ્રતીક છે.