ડાંગ: જયારે કોઈ વ્યક્તિને શારીરિક કે માનસિક રીતે બીમાર હોય અથવા તો કોઈ રોગથી પિડીત હોય ત્યારે એ પોતાની સારવાર સલાહ માટે હંમેશા ડોક્ટર પાસે જ જાય છે. માટે આમ જોઈએ તો ડોકટર ને આ ધરતી પરના ભગવાન સમાન ગણવામાં આવે છે આ વાતની સાબિતી પુરતો કિસ્સો જનરલ હોસ્પિટલ ડાંગથી સામે આવ્યો છે.

Decision News ને જમસી માહલાના જણાવ્યા અનુસાર જનરલ હોસ્પિટલ ડાંગના ડોક્ટર્સ અને તેમના પૂરા સ્ટાફ એ ખુબ સરસ એક કામગીરી કરી સફળ થયાં છે. વાત છે આહવા તાલુાકાના પીપલઘોડી ગામના રહેવાસી એક સગર્ભા માતાની.. સગર્ભા માતાની ઉંમર 28 વર્ષ, જેમને સગર્ભાઅવસ્થા દરમીયાન પેટમાં દુખાવો ઉપડી આવતા તેમના સ્નેહીજનોએ તેમને તેમના સારવાર અર્થે ” જનરલ હોસ્પિટલ આહવા” ખાતે લાવવામાં આવી, સગર્ભવસ્થાના માત્ર 7 મહિના થાય હોવાથી જનરલ હોસ્પિટલ આહવાના એસ.એન.સી. યુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

08/10/2023 ના રોજ સવારે સમય 4:53 AM એ માત્ર 7 મહિનેજ તેમણે બાળકને જન્મ આપ્યો જે તેમનું પહેલું જ બાળક હતું. જન્મ બાદ નવ શિશુનું વજન માત્ર ‘950’ ગ્રામ હતું. જે ખૂબજગંભીર બાબત હતી. પરંતુ તેમની પાસળ ત્યાના તબીબોએ તે બાળક ને 6 દિવસ CPAP માં રાખ્યું ત્યારબાદ , O2 with hood અને RT feeding મા 25 દીવસ અને KSF માં 12 દીવસ ,આમ સરવાળે 43 દીવસ ના ખૂબજ સારીરીતે કાળજી પૂર્વક સારવાર બાદ નવ શિશુનું વજન 95પ મથી વધીને “1 કિલો 300 ગ્રામ થયા બાદ, તે બાળકસહિત ધાત્રી માતાને 20/11/2023ને વાર સોમાવાર ના રોજ સફળતા પૂર્વક રજા આપવામાં આવી.

‘મહત્વ ની બાબત એ છે કે 43 દિવસના સારવાર થી જે સફળતા મળી અને તે બાળકને એક નવું જીવન જીવવાની તક મળી, તેના પાસળ ત્યાના સ્ટાફ- “ડો. દિલીપ ચૌધરી (MD) પીડીયાટ્રીક, ડો.દિવ્યાંગ ચૌધરી(MD) પીડીયાટ્રીક, ડો. પ્રવીણ મોર્યા R1 , ડો. વિકાસ પટેલ, ડૉ. કિસન પટેલ , ડો. ધારા પટેલ , ડો. શીતલ R2 રેસીડેન્સી, જેમણે બાળક ને નવું જીવન પ્રદાન કરી ખૂબજ સરસ કામગીરી કરી છે’.