દાનહ: દાદરા નગર હવેલીમા સદીઓથી આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે સમાજને જોડેલા રાખે છે અને પ્રદેશના આદિવાસી સમાજમા વાઘબારસ મનાવવાની પરંપરા છે. ત્યારે સાયલી ગામે વાઘબારસની પૂજા કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે દાનહ આદિવાસી સમાજમા શરદ ઋતુના આગમન પહેલા ખરીફ પાકોની કાપણી બાદ વાઘ દેવતાની પુજા કરી સાથે જળ,વાયુ અને અન્ય દેવતાઓની પણ પુજા અર્ચના કરવામા આવે છે અને સાથે એમના પુર્વજોને પણ યાદ કરવામા આવે છે.
વાઘબરસ અને કાલી ચૌદશના દિવસે કંસરી માતાનીપૂજા કરીને નવા ઉગેલા ધાન્ય અર્પણ કરવામાં આવે છે, ચોળા, કોળું, વગેરેના નૈવેદ્ય કરીને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ગામના વડીલો દ્વારા ડુંગર પર જઈ વાઘ દેવતાની પુજા કરવામા આવી હતી. આ પ્રસંગે વિષ્ણુભાઈ વરથા, મુકેશભાઈ પટેલ વગેરે વડીલો સાથે હાજરી આપી હતી.











