સેલવાસ: બજારમાં ચોરીની ઘટના દિવસે- દિવસે વધી રહી છે ત્યારે આજરોજ સેલવાસના નરોલીમાં ધોળા-દિવસે સ્ટેટ બેંકની બહાર પાર્ક કરેલી મોપેડની ડીકીમાંથી રોકડ રકમની ચોરી કરતા બાઇક સવાર CCTVમાં કેદ થયાની ઘટના બહાર આવી છે.
જુઓ વિડીઓ…
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે સેલવાસની નરોલી સ્ટેટ બેન્ક બહાર મોપેડ પાર્ક કરી પૈસા એક્સચેન્જ કરાવવા મોપેડ સવાર આવ્યા હતા જેઓ બેંકમાં એમનુ કામ પતાવી રહ્યા હતા તે દરમ્યાન એક બાઇક પર બે યુવાનો આવી મોપેડની ડીકી ઉચકી એમાંથી રોકડ રકમ ભરેલ થેલી કાઢી લઈને બાઇક પર ફરાર થઇ ગયા હતા.
મોપેડ સવાર જેવો બહાર આવ્યો તો જોયુ કે એના મોપેડની ડીકી તૂટેલી હતી જેમાંથી રોકડ 1.60 લાખ રૂપિયા ભરેલ થેલી ચોરાઈ ગઈ હતી આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ આવી પૂછપરછ હાથ ધરી હતી અને સીસીટીવી ફુટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

